મમતા બેનર્જીએ પોતાના પત્રમાં રાજ્યોના મુખ્યમંત્રીઓને લોકડાઉનના કારણે ફસાયેલા બંગાળીઓની સંભાળ રાખવા, ખાવાપીવાની વ્યવસ્થા કરવા અને રહેવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બંગાળમાં અન્ય રાજ્યના જે લોકો ફસાયા છે તેમની સંભાળ પશ્વિમ બંગાળની સરકાર રાખશે.
મમતા બેનર્જીએ કહ્યું કે- બંગાળના લોકો દેશના અલગ અલગ હિસ્સામાં છે. લોકડાઉનના કારણે તે પોતાના ઘરે પાછા ફરી શકતા નથી અને ફસાઇ ગયા છે. અમને એવી જાણકારી મળી છે કે બંગાળના વર્કર્સ તમારા રાજ્યોમાં ફસાઇ ગયા છે. તે 50થી100ના જૂથમાં છે અને સ્થાનિક વહીવટીતંત્ર તેમને સરળતાથી ઓળખી શકે છે.