મુંબઈ: વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર દુનિયા છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયથી જંગ લડી રહી છે. ભારતમાં આ જીવલેણ બિમારીએ કોહરામ મચાવી દીધો છે. જો કે હવે ધીમે ધીમે કોરોના સંક્રમણ દેશમાં કમજોર પડતનું નજર આવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત 90 ટકા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. તેની વચ્ચે મોટા સમાચાર એ છે કે, મહારાષ્ટ્ર રાજ્યનું મુંબઈ મહાનગર દેશનું પ્રથમ એવું શહેર બની ગયું છે જ્યાં કોરોનાથી 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાથી જીવ ગુમાવનાર 85 દર્દીઓની ઉંમર 50 વર્ષી વધુ હતી.

મુંબઈમાં 10 હજારથી વધુ કોરોના દર્દીઓના મોત

શનિવારે મુંબઈમાં કોરોના વાયરસના 1257 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં કોરોનાથી વધુ 50 દર્દીઓના મોત થયા હતા. જેના બાદ કોરોનાથી મરનારા દર્દીઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં કુલ 2,50,059 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી 2,21,538 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને 24 ઓક્ટોબર સુધી એક્ટિવ કેસ 19,554 હતા.

અત્યાર સુધી 16,38,961 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 14,55,107 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે 43,152 લોકોના મોત થઈ ચૂક્યા છે, રાજ્યમાં હાલમાં 1,40,194 એક્ટિવ કેસ છે.