Corona new Variant :કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપનો કહેર સમગ્ર દુનિયાએ મહેસૂસ કર્યો હતો. હવે એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જેમાં ચિંતાજનક મુદ્દો એ છે કે, આ વેરિયન્ટ સામે  કોરોનાની રસી પણ બેઅસર  છે.


દક્ષિણ આક્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. એક અધ્યયન મુજબ  આ નવો વેરિયન્ટ પહેલાના વેરિયન્ટ કરતા ઘણો સંક્રામક હોવાનો દાવો થઇ રહ્યો છે. જેના કારણે વર્તમાન રસી પર તેના પર બેઅસર સાબિત થઇ શકે છે. કોરોનાના આ વેરિયન્ટને C 1.2 નામ અપાયું છે. જે દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં પણ જોવા મળી રહ્યો છે.


દક્ષિણ આફ્રિકાએ નેશનલ ઇન્સ્ટીટયૂટ ફોન કમ્યુનિકેબલ ડિસીઝસના વૈજ્ઞાનિકઓ ક્વાજુલુ નટાલ રિસર્ચ ઇનોવેશન એન્ડ સિક્વેસિંગ પ્લેટફ્રોમને લઇને કહ્યું છે કે, કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ પહેલીવાર દેશમાં આ વર્ષે મેમાં સામે આવ્યો હતો.


કેવી રીતે વેક્સિનને બેઅસર બનાવે છે કોરોનાનો C.1.2 વેરિન્ટ


રિસર્ચર્સએ કહ્યું કે, કેવી રીતે C.1.2 કોવિડ-19 વેક્સિન દ્વારા મળનાર સુરક્ષાને ભેદે છે. તેમણે કહ્યું કે, મ્યુટેશન N440K અને Y449Hને C.1.2ના સિક્વેન્સમાં જોવા મળે છે. જે એન્ટીબોડીથી ઇમ્યૂનને ખતમ કરનાર છે. આ મ્યુટેશન વાયરસના અન્ય ભાગોમાં બદલાવની સાથે એન્ટીબોડીથી બચાવવામાં સહાય કરે છે. એન્ટીબોડી નબળી પડવાની આ ઘટના એ લોકોમાં પણ જોવા મળે છે. જેના શરીરમાં બીટા, ડેલ્ટા વેરિયન્ટ સામે લડવા માટે એન્ટીબોડી બની ચૂકી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 28 દિવસમાં દક્ષિણ આફ્રિકામાં 3,08,747 કેસ નોંધાયા છે.


વેરિયન્ટના જિનોમ સિક્વન્સમાં થઇ રહ્યો છે વધારો
કોરોનાના નવા વેરિયન્ટમાં સતત વધારો થઇ રહ્યો છે. વેરિયન્ટની જિનોમ સિક્વન્સમાં પણ વધારો થઇ રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં દર મહિને આ વેરિયન્ટના જીનોમની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જે ચિંતાજનક છે. વેરિયન્ટ પર અભ્યાસ કરતા રિસર્ચર્સે બીટા અને ડેલ્ટા વેરિયન્ટમાં થયેલી વૃદ્ધિ સમાન જ ગણાવ્યો છે.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ?


ભારતમાં પાંચ દિવસ બાદ 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મોતનો આંકડો પણ ઘટ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કોરોના કેસ નોંધાયા છે અને 350 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 36,275 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે ગઈકાલ કરતાં 5684 એક્ટિવ કેસ ઘટ્યા છે.


દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજન 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.