Coronavirus News: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો ડરાવવા લાગ્યા છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, અને હવે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. દરરોજ રેકોર્ડો મોતો સામે આવી રહી છે. રાજધાની દિલ્હીમાં ગઇકાલે (4 એપ્રિલ) એક વ્યક્તિનું કોરોનાથી મોત થઇ ગયુ , વળી, મહારાષ્ટ્રમાં 711 કેસો સામે આવ્યા છે. સાથે જ 4 લોકોએ કોરોનાના કારણે દમ તોડી નાંખ્યો છે. ઉત્તરાખંડમાં કોરોનાએ ટેન્શન વધારી દીધુ છે. 20 દિવસોમાં અહી કુલ ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે.  


પંજાબમાં પણ ફરી એકવાર કોરોનાની અસર જોવા મળી રહી છે, આરોગ્ય મંત્રાલયે રાજ્યોમાં છેલ્લા 24 કલાકના કોરોના આંકડા જાહેર કર્યા, અને જણાવ્યું કે હોશિયારપુર અને જલંધરમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે. વળી, 38 નવા કેસ પણ નોંધાયા છે. મંગળવારે (4 એપ્રિલ) જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં મૃત્યુ પામેલા 9 કોરોના દર્દીઓમાંથી દિલ્હી અને પંજાબમાં બે-બે મૃત્યુ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક મૃત્યુના કેસો નોંધાયા છે. 


આ પહેલા ભારતમાં સોમવારે (3 એપ્રિલે) 3641 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા હતા અને કુલ 11 મૃત્યુ થયા હતા. આમાં મહારાષ્ટ્રમાંથી ત્રણ અને દિલ્હી, કેરળ, કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક દર્દીના મોત થયા છે. આમાં કેરળ દ્વારા જાહેર કરવામા આવેલા કોરોનાના આંકડામાં ચાર લોકોના મોત સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં કૉવિડના કેસ સતત વધી રહ્યા છે. જોકે, હૉસ્પિટલમાં ભરતી થનારા લોકોની સંખ્યામાં હજુ સુધી વધારો નથી થયો. 


વેક્સીનેશન અને રિક્વરી  
કેન્દ્રીય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધી કૉવિડ રસીના 220.66 કરોડ ડૉઝ આપવામાં આવ્યા છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,41,77,204 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદર 1.19 ટકા નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કૉવિડ-19 માટે ડેલી પૉઝિટીવિટી રેટ અત્યારે 6.1 ટકા છે, જ્યારે સાપ્તાહિક પૉઝિટીવિટી રેટ 2.4 ટકા પર પહોંચી ગયો છે.


દિલ્હી-મહારાષ્ટ્રના કોરોનાના આંકડા - 
દિલ્હી (Delhi), મહારાષ્ટ્રમાં (Maharashtra) મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના 521 નવા કેસ નોંધાયા છે, 216 દર્દીઓ સાજા થયા છે અને એક દર્દીનું મોત થયું છે. મંગળવારે, મહારાષ્ટ્રમાં ચેપના 711 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 218 મુંબઈમાં મળી આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે ચાર લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં 11 લોકોના મોત થયા છે.