કોર્ટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નારાયણ ચંદ્ર જેના દ્વારા દાખલ કરવમાં આવેલ જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં માગ કરવામાં આવી હતી કે કોરોનાની સ્થિતિવાળા લોકોને રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં ન આવે. હાઈકોર્ટની બેંચે કહ્યું, ‘રાજ્ય સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ઓડિશા આવનાર તમામ પ્રવાસીઓનાં બોર્ડિંગ પહેલા COVID-19 ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ.’
જણાવીએ કે, ઓડિશામાં કોરોના વાયરસના ચેપના કારણે બીજુ મોત થયું છે. મંગળવારે રાત્રે ભુવનેશ્વરમાં 77 વર્ષના વૃદ્ધનું ચેપને કારણે મોત થયું. સ્વાસ્થ્ય અને પરિવારણ કલ્યાણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, વૃદ્ધને કેઆઈએમએસ કોવિડ-19 હોસ્પિટલમાં મોત થયું. તેમણે કહ્યું કે, તે પહેલાથી જ હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસની બિમારીથી પીડિત હતા. 6 એપ્રિલના રોજ ભુવનેશ્વરના ઝારપાડાના રહેવાસી એક અન્ય 72 વર્ષીય વ્યક્તિનું એમ્સમાં મોત થયું હતું.
ઓડિશામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 219 થઈ ગઈ છે. જ્યારે કોરોના મહામારીથી 2 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 56,342એ પહોંચી ગઈ છે.