નવી દિલ્હીઃ દિલ્હીમાં મરકજ સાથે જોડાયેલા કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદના બે નજીકના લોકોના ઘરે ક્રાઇમ બ્રાન્ચે એકાએક દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને ઘરે પહોંચી અને કેટલાક પ્રશ્નોની પુછપરછ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમય સુધી બન્ને લોકો સાથે પુછપરછ કરી હતી, પુછપરછ કરવાનો હેતુ મરકજ સાથે જોડાયેલા લગભગ 20 લોકો વિશેની માહિતી મેળવવાનો હતો, આ 20 લોકો એવા છે જે મરકજમાં આવનારા લોકોની ડિટેલ રાખતા હતા.
સુત્રો અનુસાર, ક્રાઇમ બ્રાન્ચ આ લોકો પાસેથી એ માહિતી મેળવવા માગે છે કે, આવા બીજા કેટલા લોકો છે જે જમાત સાથે જાડાયેલા છે, અને હાલ છુપાઇ ગયા છે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૌલાના સાદ પર સિકંજો કસવાનુ શરૂ કરી દીધુ છે. સોમવારે ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદના દીકરા સાથે લગભગ બે કલાક સુધી પુછપરછ કરી હતી. આ પુછપરછ દરમિયાન મરકજમાં આવનારા જમાતીઓની વ્યવસ્થા કરનારા લોકો વિશે માહિતી મેળવવામાં આવી હતી.
આ અગાઉ દિલ્હી પોલીસ કેટલીય વાર મૌલાના સાદને નોટિસ ફટકારીને હૉસ્પીટલમાં કોરોના ટેસ્ટ કરવા માટે કહી ચૂકી છે. પણ મૌલાના સાદ પ્રાઇવેટ લેબમાં જ કોરોના ટેસ્ટ કરાવીને ક્રાઇમ બ્રાન્ચને રિપોર્ટ મોકલી રહ્યો છે.
મૌલાના સાદના સગા અને નજીકના લોકોના ઘરે ક્રાઇમ બ્રાન્ચની રેડ, પકડીને કરી પુછપરછ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 May 2020 09:20 AM (IST)
ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમય સુધી બન્ને લોકો સાથે પુછપરછ કરી હતી, પુછપરછ કરવાનો હેતુ મરકજ સાથે જોડાયેલા લગભગ 20 લોકો વિશેની માહિતી મેળવવાનો હતો, આ 20 લોકો એવા છે જે મરકજમાં આવનારા લોકોની ડિટેલ રાખતા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -