રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરશે. આગામી આદેશ સુધી તમામ કાર્યક્રમોને પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય તચે કે બીજેપી સાંસદ દુષ્યંત સિંહ તેની માતા અને રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે રવિવારે લખનઉમાં કનિકા કપૂરના કાર્યક્રમમાં સામેલ થયો હતો. કનિકાએ કોરોના વાયરસથી પીડિત હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. તેથી તે જે જે લોકોના સંપર્કમાં આવી હતી તેની તપાસ થશે.
કનિકા કપૂરને કોરોના થતાં હવે દુષ્યંત પણ તપાસ હેઠળ અલાયદા રૂમમાં 14 દિવસ કાઢશે. તે જાણીને તમામ સાંસદો પણ હવે ડર અનુભવી રહ્યા છે. કારણકે દુષ્યંતે છેલ્લા થોડા દિવસોથી સંસદની કાર્યવાહીમાં પણ હાજર રહ્યો હતો.
દુષ્યંત સિંહે 17 માર્ચે ભાજપની પાર્લામેન્ટરી બેઠકમાં પણ ભાગ લીદો હતો. જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. 18 માર્ચે તેમે ટ્રાન્સપોર્ટ ટુરિઝમ અને કલ્ચરના પાર્લામેન્ટની પેનલમાં મીટિંગ પણ હાજરી આપી હતી. જો તેનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવશે તો તમામ સાંસદોનો પણ ટેસ્ટ કરાવામાં આવી શકે છે.