લખનઉઃ દેશમાં કોરોનાનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. કોરોનાના કહેરથી લોકો બચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 4,35,689 લોકોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમેંથી 1,09,080 લોકોને આશ્રય સ્થળો પર રાખવામાં આવ્યા છે.


રાજ્યના રેવન્યૂ સચિવ રેણુકા કુમારે માહિતી આપતા જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધી 4,00,765 લોકો અને શહેરમાં 34,933 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ઓનલાઈન ઈ-પાસ માટે અત્યાર સુધીમાં 28,566 અરજી મળી છે. જેમાંથી 4498 ઈ-પાસ જાહેર કરવામાં આવી ચુક્યા છે.

ઉત્તરપ્રદેશમાં કોરના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 280ને પાર કરી ગઈ છે, જેમાંથી તબલીગી જમાતના કાર્યક્રમમાંથી પરત ફરેલા લોકોની સંખ્યા 138 છે. નોયડામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા રાજ્યમાં સૌથી વધારે છે. અહીં 58 લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે.

હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 3500થી વધારે છે, જ્યારે 80થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 270થી વધારે લોકો સાજા થઈ ચુક્યા છે.