વર્ધાઃ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં ભાજપના એક ધારાસભ્યેએ કથિત રીતે Lockdownના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. રવિવારે તેમણે પોતાના જન્મ દિવસ પર લોકોને અનાજનું વિતરણ કર્યુ હતું. ઘટનાની પુષ્ટિ કરતાં સબ ડિવિઝનલ અધિકારી હરીશ ધાર્મિકે કહ્યું, ધારાસભ્ય દાદારાવ કેચે પર મહામારી અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવશે. તેમણે બંધ દરમિયાન તંત્ર પાસેથી કોઈ મંજૂરી નહોતી લીધી.


ધારાસભ્યના ઘરની બહાર ફ્રીમાં અનાજ લેવા માટે સો જેટલા લોકો એકત્ર થયા હતા. જે બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લોકોને વિખેર્યા હતા. ધારાસભ્યએ કહ્યું, આવી કોઈ ઘટના બની નથી અને તેમની સામે વિપક્ષ દ્વારા રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું છે.

હાલ દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે, જે 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન લોકોને ઘરની બહાર નીકળવા પર રોક લગાવી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશમાં 3500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 83 લોકોના મોત થયા છે.

હાલ દુનિયાના 200થી વધુ દેશ કોરોના વાયરસની મહામારીમાં સપડાઈ ચુક્યા છે છે. વિશ્વમાં 11 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 60 હજારથી વધુ લોકોના મોત થયા છે.