ભારતમાં કોરોના વાયરસનો પ્રસાર વધતાં જ વિવિધ રાજ્યોની સરકારોએ યુદ્ધસ્તરે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. આકરાં પગલાં અંતર્ગત યુપી, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી,ગોવા જેવા રાજ્યોએ શાળા અને કોલેજો બંધ કરવા સહિત જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દેવાની જાહેરાત કરી છે.
Coronavirus: મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની કેન્દ્ર સરકારે કરી જાહેરાત
દિલ્હીમાં કોરોના વાયરસના 7 મામલા સામે આવ્યા છે. જ્યારે કેરળમાં 22, હરિયાણામાં 17, રાજસ્થાનમાં 3, ઉત્તર પ્રદેશમાં 11, કર્ણાટકમાં 7, લદાખમાં ત્રણ અને મહારાષ્ટ્રમાં 17 કેશની પુષ્ટી થઈ છે.