નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત આસપાસના વાતાવરણમાં આજે બપોરે અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો અચાનક વરસી પડ્યા હતા, જેના કારણે પાણી પાણી થઈ ગયું હતું. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં સડક પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો.


દિલ્હીમાં શનિવારે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને ભેજનું પ્રમાણ 60 ટકા હતું. શુક્રવારે અન્ય સ્થાનની તુલનામાં દિલ્હીના મહત્તમ તાપમાનમાં વધારો થયો હતો. શુક્રવાર દિલ્હીનું મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


હવામાન વિભાગના અંદાજ પ્રમાણે, આગામી સપ્તાહથી રાજધાનીમાં તાપમાનમાં વધારો થશે અને ગરમીનો પારો 30 ડિગ્રીને પાર કરી શકે છે. માર્ચના અંતિમ સપ્તાહમાં 35 ડિગ્રી સેલ્સિયસ અને એપ્રિલમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી શકે છે.


દિલ્હી ઉપરાંત ઉત્તરપ્રદેશમાં વરસાદ અને કરાથી વિવિધ દુર્ઘટનામાં 24 કલાકમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે બિહારમાં ભારે વરસાદ અને કરા પડવાથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ લોકોના મોત થયા છે.




IPL 2020: ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દા પર થઈ ચર્ચા, મેચોમાં થઈ શકે છે ઘટાડો