આ તમામ લોકોને સારવાર માટે રાયપુર સ્થિત એઇમ્સમાં લાવવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના 14 નવા મામલાની સાથે જ સંક્રમિતોની સંખ્યા 57 થઈ છે. જેમાંથી 36લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે 21 લોકોની સારવાર ચાલી રહી છે.
એઈમ્સના અધિકારીના જણાવ્યા મુજબ, હાલ એઈમ્સમાં એક નર્સિંગ અધિકારી, એક પોલીસ જવાન અને ત્રણ પ્રવાસી મજૂરો સહિત સાત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 19902 લોકોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી 57 લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. જ્યારે 18848 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 997 રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.