નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉનમાં છૂટછાટો સાથે કોરોનાના કેસમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ ગયો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 1.73 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 7964 નવા કેસ નોંધાયા છે અને 265 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો 24 કલાકનો સૌથી વધારે આંકડો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,73,763 પર પહોંચી છે. 4971 લોકોના મોત થયા છે અને 82,370 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,422 એક્ટિવ કેસ છે.


કયા રાજ્યમાં કેટલા મોત

મહારાષ્ટ્રમાં 2098, ગુજરાતમાં 980, મધ્યપ્રદેશમાં 334, દિલ્હીમાં 398, આંધ્રપ્રદેશમાં 60, આસામમાં 4, બિહારમાં 15, ચંદીગઢમાં 4, હરિયાણામાં 19, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 28, ઝારખંડમાં 5, કર્ણાટકમાં 48, કેરળમાં 8, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 42, રાજસ્થાનમાં 184, તમિલનાડુમાં 154, તેલંગાણામાં 71, ઉત્તરાખંડમાં 5, ઉત્તરપ્રદેશમાં 198 અને પશ્ચિમ બંગાળમાં 302 લોકોના મોત થયા છે.

સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 62,228 પર પહોંચી છે. તમિલનાડુમાં 20,246, ગુજરાતમાં 15,934, દિલ્હીમાં 17,386, રાજસ્થાનમાં 8365, મધ્યપ્રદેશમાં 7645,  ઉત્તરપ્રદેશમાં 7284, આંધ્રપ્રદેશમાં 3436, બિહાર 3376, પંજાબમાં 2197, તેલંગાણામાં 2425, પશ્ચિમ બંગાળમાં 4813  સંક્રમિતો નોંધાયા છે.