લખનઉઃ કોરોના વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશમાં 10 જુલાઈની રાત્રે 10 વાગ્યાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે 13 જુલાઈ સવારે પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતાં અન્ય તમામ ગતિવિધિ પર પ્રતિબંધ રહેશે. આ અંગે સરકારે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા.

એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ કહ્યું, લોકડાઉન દરમિયાન તમામ ધર્મસ્થાન ખુલ્લા રહેશે. તેના પર કોઈ પ્રતિબંધ નહીં લાગે. અહીંયા સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું પડશે અને કોરોના હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવી પડશે.



તમામ ઓફિસ, ગ્રીમણ હાટ, બઝાર, ગલ્લા મંડી અને વ્યવસાયિક એકમો બંધ રહેશે. આવશ્યક સેવાઓમાં કાર્યરત વ્યક્તિઓ, કોરોના વૉરિયર, સ્વસ્છતાકર્મી અને ડૉર સ્ટેપ ડિલીવરી સાથે જોડાયેલા લોકોની અવર-જવર પર કોઈ પ્રતિબંધ નથી. રેલગાડિઓની અવર-જવર પહેલાની જેમ ચાલુ રહેશે. રેલથી આવનારા વ્યક્તિઓ માટે સરકાર બસની વ્યવસ્થા કરશે.

રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગો પર પરિવહન ચાલુ રહેશે. આ રસ્તાઓ પર આવતા પેટ્રોલ પંપ અને ઢાબા ખુલ્લા રહેશે.