નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. AIIMSના એક ડોકટરનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 7 ડોક્ટર આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે.

બુધવારે સફદરગંજ હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટરના કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આયા હતા. હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીની સારવાર કરી રહેલી ટીમમાં સામેલ એક ડોક્ટરને ડ્યૂટી દરમિયાન ચેપ લાગ્યો હતો.

બુધવારે જે ડોક્ટરનો કોરોના પોઝિટિવ આવ્યો હતો તે દિલ્હી સરકારના દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં કાર્યરત છે. આ હોસ્પિટલ કે ડોક્ટરને કોરોના સાથે કોઈ લેવા-દેવા નથી. હોસ્પિટલના જણાવ્યા મુજબ, હોસ્પિટલ બિલ્ડિંગ, ઓપડી અને લેબને બંધ કરીને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના ડાયરેક્ટર બીએલ શેરવાલે જણાવ્યું કે, ડોક્ટરના ભાઈ-ભાભી યુનાઇટેડ કિંગડમથી આવ્યા હતા. જેનાથી સંક્રમણ થયું હોવાની સંભાવના છે.

આ પહેલા ઉત્તર પૂર્વ દિલ્હીના બાબરપુર વિસ્તારના મોહલ્લા ક્લિનિકના ડોક્ટરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા આ વિસ્તારમાં અનેક જગ્યાએ નોટિસના કાગળ ચોંટાડીને લોકને માહિતગાર કરવામાં આવ્યા છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જે પણ દર્દી કે લોક 12 માર્ચથી 20 માર્ચ દરમિયાન આ મોહલ્લા ક્લિનિકમાં સારવાર કરાવવા આવ્યા હોય તેમણે 15 દિવસ સુધી તેમના ઘરમાં જ કોરોન્ટાઈન રહેવું.