મળતી માહિતી પ્રમાણે ભારત સરકારે કોવિડ-19 સંક્રમિત દર્દીઓના લોહી, નાક અને ગળાના લેવામાં આવેલા સેમ્પલ પર રિસર્ચ કરવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ પર બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ લેખિત આદેશ પણ બહાર પાડી દીધો છે.
હવે કોઈ વૈજ્ઞાનિક ઈચ્છશે તો કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના સેમ્પલ પર રિસર્ચ શરૂ કરી શકે છે. આ માટે વૈજ્ઞાનિકોએ પુણે સ્થિત એનઆઈવી લેબમાં કેટલીક દસ્તાવેજી પ્રક્રિયા કરવી પડશે, જે બાદ તેમને સેમ્પલ મળી શકશે. એનઆઈવી લેબે સંક્રમિત દર્દીના સેમ્પલ એકત્ર કરવાનું શરૂ પણ કરી દીધું છે અને લેબમાં સુરક્ષિત રીતે સાચવવામાં આવી રહ્યા છે.
હાલ દેશમાં કોરના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1190 પર પહોંચી છે. જેમાંથી 29ના મોત થયા છે, જ્યારે 102 સાજા થઈ ગયા છે.