નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટાલીની પ્રધાનમંત્રી ગ્યૂસેપ કોંટે સાથે વાતચીત કરી હતી અને કોવિડ-19ના કારણે મોટી સખ્યામાં લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કોંટેને વૈશ્વિક મહામારી કોરોના વાયરસની લડાઈમાં ભારત તરફથી જરૂરી દવાની ઉપલબ્ધતાના રૂપમાં ભરપૂર મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું. મોદીએ તેમના ટ્વિટમાં કહ્યું કે, ભારત અને ઈટાલી કોવિડ-19 પછીના પડકાર સામે મળીને કામ કરશે. જેમાં જી-20માં અમારો સહયોગ સામેલ છે. ખબરો મુજબ, આ બીમારીના કારણે ઈટાલીમાં આશરે 30 હજાર લોકોના મોત થયા છે. પીએમ મોદીએ સંકટકાળમાં ઈટાલીના નાગરિકો દ્વારા દાખવવામાં આવેલા ધૈર્યની પ્રશંસા કરી હતી. તેમણે કોંટેને આશ્વાસન આપ્યું કે ઈટાલીની જરૂરી દવાઓ તથા અન્ય વસ્તુની આપૂર્તિમાં ભારત ઉદારતાપૂર્વક મદદ કરશે. બંને નેતાઓએ તેમના દેશો અને વૈશ્વિક સ્તર પર આ મહામારીના સ્વાસ્થ્ય તથા આર્થિક પ્રભાવને જોતા ઉઠાવવામાં આવનારા પગલાની ચર્ચા કરી હતી. કોંટેએ મોદીને યોગ્ય સમયે ઈટાલી આવવાનું આમંત્રણ આપ્યું હતું.