આ પીપીઈનો ખર્ચ વ્યવસાયિક રીતે ઉપયોગ થનારી પીપીઈ કિટ કરતા ખૂબ ઓછો છે. આ પીપીઈ કિટોને ઈનોવેશન સેલ, ઈન્સ્ટીટ્યૂટ ઓફ નેવલ મેડિસિન,મુંબઈ અને નેવલ ડૉકયાર્ડ મુંબઈ દ્વારા રચના કરેલી એક ટીમે ડિઝાઈન અને નિર્ણાણ કરવામાં સહયોગ કર્યો છે. આ આઈએસઓ 16603 અનુસાર ન્યૂનતમ 3/6 અને તેનાથી વધારે સ્તર રાખે છે.
સંસ્થાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આ પીપીઈની વિશેષતા તેની સરળ,નઈ અને ઓછા ખર્ચવાળી ડિઝાઈન છે. પીપીઈને બનાવવામાં ફેબ્રિકના ઈનોવેટિવ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.