વિશાખાપટ્ટનમઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સતત ત્રીજા દિવસે 34 હજારથી વધારે કેસ નોંધાયા હતા. કોરોનાની ચેઇન તોડવા દેશમાં કેટલાક રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.


આ દરમિયાના આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં લોકોએ દારૂ ખરીદવા સોશિયલ ડિસ્ટેંસિંગના લીરા ઉડાવ્યા હતા. લોકોએ દારૂ ખરીદવા ભીડ કરી હોવાની તસવીરો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.


આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 44,609 પર પહોંચી છે. જ્યારે 586 લોકોના મોત થયા છે. 21,763 લોકો સાજા થઈ ગયા છે અને 22,260 એક્ટિવ કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 10 લાખ 77 હજાર 618 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 26,816 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 6 લાખ 77 હજાર લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 હજાર 902 નવા કેસ સામે આવ્યા છે અને 543 મોત થયા છે.

PM મોદીની વધી લોકપ્રિયતા, Twitter પર ફોલોઅર્સની સંખ્યા થઈ છ કરોડ

અયોધ્યામાં પીએમ મોદી કરશે રામ મંદિરનું ભૂમિ પૂજન, 5 ઓગસ્ટની તારીખ થઈ નક્કી