મોદી સરકારના આ દિગ્ગજ મંત્રી થયા સેલ્ફ ઓઈસોલેટ, શનિવારે અમિત શાહ સાથે કરી હતી મુલાકાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Aug 2020 03:05 PM (IST)
હાલ તેઓ સ્વસ્થ છે અને તેમનામાં કોરોનાના એક પણ લક્ષણ નથી. તેમણે સાવધાનીના ભાગરૂપે સેલ્ફ આઈસોલેટ થવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગઈકાલે કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમણે સંપર્કમા આવેલા તમામ લોકોને સેલ્ફ ઓઈસોલેટ થઈને રિપોર્ટ કરાવવાની સલાહ આપી હતી. જે બાદ આજે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. તેમની ઓફિસમાંથી મળેલી જાણકારી મુજબ, શનિવારે રવિશંકર પ્રસાદે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હાલ તેઓ સ્વસ્થ છે અને તેમનામાં કોરોનાના એક પણ લક્ષણ નથી. તેમણે સાવધાનીના ભાગરૂપે સેલ્ફ આઈસોલેટ થવાનો નિર્ણય કર્યો છે. ગયા બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં પણ હાજરી આપી હતી. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મોદી સરકારના તમામ વરિષ્ઠ પ્રધાનો પણ આ બેઠકમાં હાજર હતા. સિરમ ઈન્સ્ટિટ્યૂટને ઓક્સફોર્ડની કોરોના રસીના માનવ પરીક્ષણના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણની મળી મંજૂરી, જાણો વિગત બિહાર વિધાનસભામાં ગૂંજ્યો સુશાંત સિંહ રાજપૂત કેસ, એક્ટરના પિતરાઈભાઈ અને ધારાસભ્ય નીરજ સિંહે કરી CBI તપાસની માંગ