59 વર્ષના દર્દીને કિડનીમાં તકલીફના કારણે ભોપાલની પીપુલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડૉક્ટરોને આશંકા થઈ કે તેને ન્યૂમોનિયા થઈ ગયો છે. સોમવારે સાંજે તેના કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ હતી.
કોરોના સંક્રમણ આવ્યા બાદ તેને કોવિડ-19 માટે નિર્ધારિત કરવામાં આવેલા ચિરાયુ હોસ્પિટલમાં શિફ્ટ કરવાના હતા. આરોપ છે કે તેના મોત બાદ એમ્બ્યૂલન્સ ડ્રાઈવર, જેને તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે લઈ જવાના હતા, તે મૃતદેહ રસ્તા પર છોડી ભાગી ગયો હતો.
તેમના પુત્ર આબિદ અલીએ કહ્યું, મને નથી ખબર કે એમ્બ્યૂલન્સમાં શુ થયું, પરંતુ જ્યારે જિલ્લા પ્રશાસને તેમને ચિરાયુ હોસ્પિટલમાં શિફ્ટ કરવાના હતા અને એમ્બ્યૂલન્સ પણ મોકલી, તો તેમને રસ્તા પર કેમ છોડી દીધા ? તેમાં બંને હોસ્પિટલની ભૂલ છે, તેમણે અમને કોઈ જાણકારી નથી આપી.
બીજા તરફ ભોપાલના કલેક્ટર અવિનાશ લવાનિયાએ જણાવ્યું કે આ ગંભીર કેસ છે, જેને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે પણ હોસ્પિટલની બેદરકારી હશે, તેને સજા આપવામાં આવશે.