નવી દિલ્હી: દેશમાં હાલના સમયે કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હવે એ પણ શોધવુ મુશ્કેલ બની ગયું છે કે લોકોમાં સંક્રમણ ક્યાંથી આવી રહ્યું છે. તેની વચ્ચે લૈંસટ મેડિકલ જર્નલમાં દાવો કરવામાં આવ્યો છે આ વાયરસ મુખ્ય રીતે હવામાં ફેલાઈ છે. એટલે જ ઘણી સાવચેતિ અને સ્વાસ્થ્ય સુવિધાઓ ખતરનાક વાયરસ સામે લાચાર સાબિત થઈ રહી છે. 


હવામાં કોરોના વાયરસ ફેલાવાના મળ્યા પૂરાવા


વિવિધ દેશોના 6 એક્સપર્ટ દ્વારા ઉંડા સંશોધન બાદ આ દાવો કરવામાં આવ્યો છે. આ સંશોધનમાં અમેરિકા, બ્રિટન અને કેનેડાના એક્સપર્ટ સામેલ હતા. જેની અંદર જોસ લુઇસ જિમેનેજ (કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઇન એન્વાયરમેન્ટલ સાઇન્સ)ના કેમિસ્ટ અને કોલોરાડો યુનિવર્સિટીના એક્સપર્ટનું નામ પણ સામેલ છે. તેમનું કહેવું છે કે હવામાં કોરોના વાયરસ ફેલાય છે તે વિશેના તેમને પાક્કા પૂરાવા પણ મળ્યા છે. જેથી આ વાતને નકારી ના શકાય.


મોટા ડ્રોપલેટ વડે જ કોરોના ફેલાય છે તે વાતનું કોઇ પ્રમાણ નથી


ઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમ દ્વારા પણ આ સંશોધનની સમીક્ષા કરવામાં આવી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ હવાથી વાયરસ ફેલાય છે તે વાતને સમર્થન આપતી વાતોને હાઇલાઇટ કરવમાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોટા ડ્રોપલેટ વડે જ કોરોના ફેલાય છે તે વાતનું કોઇ પ્રમાણ નથી. તેની સામે એ વાતના સબૂત છે કે આ વાયરસ હવા દ્વારા ફેલાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ વાતને ગંભીરતાથી સમજે અને તેવા પગલા ભરે કે વાયરસના ફેલાવાને ઓછો કરી શકાય.


આ સંશોધનમાં કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી ઉપર જે ઘટના છે તેનું નામ સકૈટિગ ચૌયર આઉટબ્રેક રાખવામાં આવ્યું છે. જ્યાં એક કોરોના પોઝિટવ દર્દી વડે અન્ય 53 લોકોને ચેપ લાગ્યો હતો. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં એવું નથી કે તમામ લોકો કોઇ જગ્યા પર ગયા હોય અથવા તો એકબીજીની નજીકથી સંપર્કમાં આવ્યા હોય. આમ છતા તેમને ચેપ લાગ્યો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ ઈનડોરના મુકાબલે આઉટડોરમાં વધુ ઝડપથી પ્રસરે છે. 


એક્સપર્ટ્સનું કહેવું છે કે માત્ર હાથ ધોવાથી આ વાયરસને હરાવી ના શકાય. હવાના માધ્યમથી ફેલાતા કોરોના માટે આપણે કોઇ ઉપાય કરવો પડશે. નિષ્ણાતો કહે છે કે હજી પણ હાથ ધોવા અને સપાટીને સાફ કરવી જરૂરી છે, પરંતુ સંપૂર્ણ ધ્યાન તેના પર ન હોવું જોઈએ. જરૂરી છે કે હવા દ્વારા વાયરસના ટ્રાન્સમિશન માટે તાત્કાલિક આવશ્યક પગલાં લેવાં જોઈએ. આ અંતર્ગત વાયરસને શ્વાસમાં જવાથી અટકાવવા અને તેને હવામાં જ ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.