સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, ભારતમાં પોઝિટીવ કેસની કુલ સંખ્યા 4,10,461 થઇ ગઇ છે જેમાં 1,69,451 એક્ટિવ કેસ, 2,27,756 સ્વસ્થ દર્દીઓ અને 13,254 મોત સામેલ છે.
એક જૂનથી 20 જૂન વચ્ચે દેશભરમાં કોરોનાના બે લાખથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. સરકારે લગભગ 22 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 50 લાખ રૂપિયાની વીમા યોજનાને ત્રણ મહિના માટે સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ દ્ધારા લાગુ કરાયેલી આ યોજના 30 જૂન 2020ના રોજ પૂર્ણ થઇ રહી હતી. પરંતુ હાલમાં કોરોના મહામારીથી રાહત મળી નથી તેવામાં આ યોજનાને ત્રણ મહિના સુધી વધારી દેવામાં આવી છે.