નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. સંકટના આ સમયમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને એકતા બતાવવા માટે પાંચ એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટો બંધ કરી દીવડા પ્રગટાવવાની અપીલ કરી છે. એવામાં દેશની જનતા આજે રાત્રે નવ વાગ્યે દીવો, મીણબતી અને મોબાઇલની ફ્લેશ લાઇટ કરીને એકતા બતાવશે. પીએમ મોદીની આ અપીલ પર ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ પણ રિએકશન આપતું ટ્વિટ કર્યુ છે.

રોહિત શર્માએ ટ્વિટ કરીને તમામ દેશવાસીઓને આનું સમર્થન કરવાની વાત કરી છે. શર્ ટ્વિટ કરીને લખ્યું, આપણે ખોટું ન કરી શકે. આપણું જીવન આ ટેસ્ટ મેચ જીતવા પર નિર્ભર કરે છે. હું તમામને અપીલ કરું છું કે આ મોકા પર એકજૂથ થાવ અને આજે રાતે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીને કોરના સામેની લડાઈમાં તમારું યોગદાન આપો. રોહિત શર્માએ આગળ લખ્યું કે, શું તમે મારી સાથે છો.



ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ કોરોના સામેની લડાઈમાં 80 લાખ રૂપિયાનું દાન કર્યુ છે.

લોકડાઉનના કારણે રોહિત શર્મા ઘરમાં પરિવારજનો સાથે સમય વીતાવી રહ્યો છે. આ દરમિયાન તે ઈન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દ્વારા સાથી ક્રિકેટરો સાથે વાત કરતો નજરે પજ્યો હતો.