દેશમાં વિકરાળ બની રહેલી કોરોના મહામારીને પગલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યાં છે.  બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ છે. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક છે.   પ્રધાનમંત્રી મોદીએ રાત્રી કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂ નામ આપ્યું છે. વિશ્વએ રાત્રી કર્ફ્યૂની વ્યવસ્થાને સ્વીકારી છે.  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કેસ ભલે વધે પરુંતુ ટેસ્ટિંગ વધારે કરતા રહો. રાજ્યોના કોરોના ટેસ્ટ વધારવાની જરુર છે. 


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું RT-PCR ટેસ્ટ 70 ટકા સુધી લઈ જવાનો ટાર્ગેટ છે. એક જ દિવસમાં 40 લાખ વેક્સીનેશનના આંકડાને પાર કરી ચૂક્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કોવિડ મેનેજમેન્ટ પર વધુ ભાર આપો.


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 'એક વાર ફરીથી દેશમાં પડકારરૂપ સ્થિતિ સર્જાઇ છે. દેશ ફર્સ્ટ વેવની પીકને ક્રોસ કરી ચૂક્યો છે અને આ વખતે સંક્રમણ પહેલાં કરતા વધારે છે જે એક ચિંતાનો વિષય છે. આ વખતે પહેલાની અપેક્ષાએ વધારે લોકો કેઝ્યુઅલ થઇ ગયા છે. ફરીથી દેશમાં યુદ્ધસ્તરે કામ કરવું પડશે. જનભાગીદારી સાથે સાથે ડોક્ટરો પણ સ્થિતિને સંભાળવામાં લાગી ગયા છે.'



વેક્સિનેશન પર પણ ચર્ચા થઈ રહી છે


આજની બેઠકમાં વેક્સિનેશનના મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા પીએમ મોદીએ કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી. ત્યાર બાદ અધિકારીઓને કોરોનાનો ચેપ અટકાવવા માટેના તમામ પગલાંઓ ભરવાનો નિર્દેશ આપ્યો હતો.


11 રાજ્યોમાં કોરોનાથી સ્થિતિ ખરાબ


દેશમાં 11 રાજ્યોમાં કોરોનાની બીજી લહેર પ્રસરી છે તેમાં ટોચના સ્થાને મહારાષ્ટ્ર છે ત્યાર બાદ દિલ્હી,મધ્યપ્રદેશ,ગુજરાત, ઓડિશા, બિહાર, કર્ણાટક સહિતના બીજા રાજ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના વેક્સિનનો સ્ટોક ખૂડી પડતા 109 સેન્ટરોને બંધ કરવા પડ્યાં છે. લોકસભા સાંસદ સુપ્રીયા સુલેએ જણાવ્યું કે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં 109 સેન્ટરોને બંધ કરી દેવાયા છે.