100 કરોડ વસુલી કાંડના આરોપ પર બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા અનિલ દેશમુખને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટ તરફથી સીબીઆઈ તપાસના આદેશ બાદ અનિલ દેશમુખની અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટ દખલ કરવાનો ઈનકાર કર્યો છે. સીબીઆઈ તરફથી કરવામાં આવેલી પ્રાથમિક તપાસ ચાલુ રહેશે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું- આ બે મોટા પદ પર બેસેલા વ્યક્તિઓ સાથે જોડાયેલો કેસ છે. લોકોનો વિશ્વાસ જળવાઈ રહે, તેના માટે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. અમે હાઈકોર્ટના આદેશમાં દખલ નહી કરીએ. 


આ મામલે સુનાવણી સમયે અનિલ દેશમુખ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ રજૂ થયા હતા.જ્યારે, પરમબીર સિંહ માટે મુકુલ રોહતગી અને મહારાષ્ટ્ર સરકારનો પક્ષ રાખવા માટે અભિષેક મનુ સિંઘવી અને જયશ્રી પાટિલ માટે સાલ્વે આવ્યા હતા. આ દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું અનિલ દેશમુખની વાતોને સાંભળવી જોઈએ. આવો જાણીએ કોર્ટમાં કોણે શું કહ્યું ?


અનિલ દેશમુખને ન મળી પક્ષ રાખવાની તક


અભિષેક મનુ સિંઘવી- પહેલા 13.1 (મહારાષ્ટ્રની અરજી)ને જુઓ
અનિલ દેશમુખના વકીલ કપિલ સિબ્બલે કહ્યું- મને તેના પર કોઈ વાંધો નથી
અભિષેક મનુ સિંઘવી-21 માર્ચે વકીલ જયશ્રી પાટિલે ફરિયાદ આપી. 23એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. બાદમાં પરમબીરે પણ ફાઈલ કરી. 31 માર્ચે માત્ર એ પાસાની સુનાવણી થઈ કે અરજી સાંભળવા લાયક છે કે નહી. પરંતુ બાદમાં હાઇકોર્ટે એક વિગતવાર આદેશ આપ્યો.


જસ્ટિસ કૌલ- જ્યારે ગૃહ મંત્રી પર આરોપ પોલીસ કમિશનરે લગાવ્યા હોય તો શું CBI તપાસ માટે આ કેસ ફિટ નથી. 


કોર્ટના આદેશ બાદ ગૃહમંત્રીનું પદ છોડ્યું


સિંઘવી- તેઓ ગૃહમંત્રી નથી
જજ-તેમણે હાઈકોર્ટના આદેશ બાદ પદ છોડ્યું
સિંઘવી- પરંતુ કેસ સીબીઆઈએ એટલે આપવામાં આવ્યો કે તેઓ ગૃહ મંત્રી છે. હવે તેમણે પદ છોડી દિધુ છે.
સિંઘવી- જ્યારે રાજ્ય સરકારે આયોગ બનાવ્યું તો તેમણે પદ છોડી દિધુ.
જસ્ટિસ હેમંત ગુપ્તા- નહી, તેમણે હાઈકોર્ટના આદેશ બાદ રાજીનામું આપ્યું.
જસ્ટિસ કૌલ- અહી કોઈ કોઈના દુશ્મન નથી. આરોપ ગંભીર છે, તમે તપાસ થવા દો.
સિંઘવી- મહારાષ્ટ્રએ સીબીઆઈ માટે જેનરલ કંસેંટ પરત લઈ રાખ્યા છે. રાજ્ય સરકારને સાંભળવામાં આવે.


‘નિષ્પક્ષ તપાસ જરુરી છે’



જસ્ટિસ કૌલ- 2 મોટા પદ પર બેસેલા વ્યક્તિનો કેસ છે. નિષ્પક્ષ તપાસ જરુરી છે.
સિબ્બલ- મને (દેશમુખને) સાંભળવા જોઈતા હતા.
જસ્ટિસ ગુપ્તા- શું આરોપીને પૂછવામાં આવશે કે ફરિયા થશે કે નહી ?
સિબ્બલ- યોગ્ય પૂરાવા વગર આરોપ લગાવ્યા છે.