સ્પાઈસજેટના એક પ્રવક્તાએ જણાવ્યું કે, “અમદાવાદથી ગુવાહાટી માટે ફ્લાઈટમાં 25મે રોજ યાત્રા કરનાર બે મુસાફરો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ મુસાફરોએ એસજી-8194 (અમદાવાદ-દિલ્હી) અને એસજી 8152 (દિલ્હી-ગુવાહાટી)માં મુસાફરી કરી હતી.”
ગુવાહાટી પહોંચ્યા હાદ યાત્રીઓના સેમ્પલ તપાસવામાં આવ્યા હતા અને તેમને ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ 27 મેના રોજ આવ્યો હતો. ચાલક દળને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સાથે સ્પાઈસજેટ સરકારી એજન્સઓ સાથે સહયોગ સ્થાપિત કરી તે યાત્રીઓને સૂચિત કરી છે, જેઓએ આ લોકો સાથે યાત્રા કરી હતી.
આ પહેલા ઈન્ડિગોમાં મુસાફરી કરનાર એક યાત્રી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. મુસાફરે ચેન્નીથી કોયંબતુરની ફ્લાઈટમાં યાત્રા કરી હતી. પોઝિટવ રિપોર્ટ આવતા ચાલક દળના પાંચ સભ્ય સહિત કુલ 41 લોકોને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.