દેશમાં કોરોના વકર્યો, અત્યાર સુધી 29 કેસ કન્ફોર્મ થયા, સુરતમાં પણ શંકાસ્પદ સામે આવ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Mar 2020 08:33 AM (IST)
કેન્દ્ર સરકારે પણ કોરોના વાયરસને લઇને લોકોને ચેતાવણી અને સલાહ આપી છે, સરકારે કહ્યું કે ગભરાવવાની કોઇ જરૂર નથી
નવી દિલ્હીઃ કોરોના વાયરસ હવે ભારતમાં પણ પ્રસરી રહ્યો છે, ધીરે ધીરે કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. બુધવાર સુધી કોરોનાના 29 પૉઝિટીવ કેસ નોંધાયા છે. એટલુ જ નહીં ગુજરાતના સુરતમાં પણ એક શંકાસ્પદને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. ચીનના વુહાનમાંથી ફેલાવવાનુ શરૂ થયા બાદ કોરોના વાયરસ હવે ભારત સુધી પહોંચી ગયો છે. રિપોર્ટ પ્રમાણે 29 કેસ ભારતમાં પૉઝિટીવ આવ્યા છે, જેમાં 3 ઠીક થઇ ગયા છે તો વળી 26 લોકોની સારવાર હાલ ચાલી રહી છે. કોરોનાને જોતો હોળીનો તહેવારને ગ્રહણ લાગી શકે છે. કેન્દ્ર સરકારે પણ કોરોના વાયરસને લઇને લોકોને ચેતાવણી અને સલાહ આપી છે, સરકારે કહ્યું કે ગભરાવવાની કોઇ જરૂર નથી. ખાસ વાત છે કે, ચીનથી ફેલાવવાના શરૂ થયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં આતંક મચાવી દીધો છે. હાલ કોરોના વાયરસની ઝપેટમાં લગભગ દુનિયાભરના 90 હજારથી વધુ લોકો આવી ચૂક્યા છે, વળી 3 હજારથી વધુ લોકો મૃત્યુ પણ પામ્યા છે.