કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસના 11 લક્ષણોની યાદી જાહેર કરી છે.
કોરોના વાયરસના લક્ષણ કોરોના સંક્રમણની શરૂઆતમાં ચાર જ લક્ષણો સામે આવ્યા હતા. આ ચાર લક્ષણ હતા, વધારે તાવ આવવો, સુકૂી ઉધરસ, ગળામાં ખારાશ અને શ્વાસ લેવામાં તકલીફ થવી.
આવો, જાણીએ નવા લક્ષણોમાં શું-શું સામેલ કરવામાં આવ્યા છે.
કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેમ-તેમ લક્ષણોની સંખ્યા પણ વધી રહી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાના 11 લક્ષણોને સામેલ કર્યા છે. પાછલા ચાર લક્ષણો ઉપરાંત આ નવા લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક, ઠંડી અથવા શરદી,ઉલટી, ઝાડા, લાળમાં રક્તસ્રાવ.
આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સ્વાદની અનુભૂતિ ન કરવી તે પણ કોરોનાના મુખ્ય લક્ષણોમાં સામેલ છે. WHO સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને ડૉક્ટરો કોરોના વાયરસના અન્ય લક્ષણોની ઓળખ અને અભ્યાસ કરવામાં લાગ્યા છે.