મુંબઇઃ દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ હાલ મહારાષ્ટ્ર રાજ્યની થઇ છે. રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યાં છે, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1018ને પાર પહોંચી ગઇ છે. જેમાંથી 64 લોકોના મોત થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્ર સરકારના કામમાં હવે જમાતીઓ ભંગ પાડી રહ્યાં છે, કેમકે નિઝામુદ્દીનમાંથી આવેલા 60 જમાતીઓ હાલ રાજ્યમાંથી ગાયબ થઇ ગયા છે.



મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજમાંથી પરત ફરેલા લગભગ 60 જમાતીઓ ગાયબ છે, આ જમાતીઓએ સરકારનો સંપર્ક નથી કર્યો. હાલ તે દરેકના મોબાઇલ પણ સ્વિચ ઓફ આવી રહ્યાં છે. સરકાર સાથે સંપર્ક ના કરવાને લઇને હવે સરકારે જમાતીઓ પર એક્શન લેવાનો આદેશ આપી દીધો છે.



દેશમુખે કકડ શબ્દોમાં કહ્યું કે, તેમને સૂચિત કરવામાં આવે છે કે તે પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે, અને તપાસ બાદ ક્વૉરન્ટાઇનમાં રહે. જો આમ નહીં કરે તો તેમના વિરુદ્ધ પોલીસ સખત કાર્યવાહી કરશે.



હાલ એકલા મુંબઇમાં કોરોનાના 642 કેસ સામે આવ્યા છે, જેમાં 40 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 150 કેસો નોંધાતા સરકારની ચિંતા વધી ગઇ છે.