Night Curfew: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે આ દરમિયાન ઘણા રાજ્યોએ સ્કૂલો-કોલેજો ફરીથી શરૂ કરી છૈ. અમુક રાજ્યોએ રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો હળવા બનાવ્યા છે.  આજે આસામ સરકારે પણ નાઈ કર્ફ્યૂને લઈ મોટી જાહેરાત કરી છે.


શું કહ્યું મુખ્યમંત્રીએ


આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે, 15 ફેબ્રુઆરીથી રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ નહીં રહે અને તમામ કોવિડ-19 પ્રતિબંધો ઉઠાવી લેવાશે. હું ધો.10 અને 12ની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને કોવિડ-19 રસી લેવાની અપીલ કરું છું. અન્ય મ્યુનિસિપલ બોર્ડ ચૂંટણીની સાથે રાજ્યમાં  ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કરબી એનલોગ ઓટોનોમ્યુસ કાઉન્સિલ ચૂંટણી પણ એપ્રિલમાં યોજાશે.




દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં હવે કોરોનાની ઝડપ ઘટી ગઈ છે. આજે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા છે, જો કે આ દરમિયાન 895 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 99 હજાર 54 લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે.


કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 11 લાખ 8 હજાર 938 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 2 હજાર 874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે.


કુલ કોરોના કેસઃ 4.22 કરોડ


કુલ રિકવરીઃ 4.06 કરોડ


કુલ મૃત્યુઃ 5.02 લાખ


આ પણ વાંચોઃ Lata Mangeshkar Death: આ મુસ્લિમ સુપરસ્ટારે હિંદુઓની જેમ બે હાથ જોડીને પગે નમન કરીને લતાજીને આપી શ્રદ્ધાંજલિ, શાહરૂખે હાથ ફેલાવી દુઆ માંગી