Coronavirus Third Wave In India: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. બીજી લહેર દેશ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ રહી છે. બીજી લહેરે સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. હોસ્પિટલમાં બેડની અછત વર્તાય તો ઓક્સિજનની કમી જોવા મળી તો તો દવા પણ ખૂટી પડી છે. પહેલી લહેરમાં 50થી વધુ ઉંમરના લોકો પ્રભાવિત થયા છે. તો બીજી લહેરમાં યુવા વર્ગના લોકો પણ પ્રભાવિત થયા છે. આ સ્થિતિને જોતા નિષ્ણાત માને છે કે,  18 વર્ષથી નાની ઉંમરના લોકોને વધું જોખમ છે. 


હાલ કોરોનાનું રસીકરણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોનું જોવા મળી રહ્યું છે. તેના કારણે કોવિડની ત્રીજી લહેર 18થી નાની વયના લોકો માટે ગંભીર પડકાર રૂપ માનવામાં આવી રહી છે. બાલ ચિકિત્સક ડોક્ટર કમલ કિશોરે ઘુલેએ કહ્યું કે, "ત્રીજી લહેરને બસ થોડા મહિનાી જ વાર છે. ત્રીજી લહેર બાળકો માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે" તેમણે જણાવ્યું કે, આવું એટલા માટે થઇ શકે છે કે, બાળકો બહાર રમવા જાય છે. જો કે બાળકોમાં વાયરસ ઘાતક સાબિત થાય તેવું જોખમ નહિવત રહેશે,  જો કે સંક્રમણ બાદ તેમની અંદર બ્લેક ફંગસનું જાણ થઇ શકે છે. 


ત્રીજી લહેરમાં બચવા માટે શું કરવું? 
જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટેન્ટ ડોક્ટર રાઘવેન્દ્ર પરાશરે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને અવોઇડ ન કરી શકાય. જો કે કોવિડ-19ના ઉચિત વ્યવહારનું સખત રીતે પાલન કરવું જોઇએ.તેથી સંક્રમણના ફેલાવથી બચી શકાય. વેક્સિનેશન 18 વયથી મોટી ઉંમરનાનું થતું હોવાથી ત્રીજી લહેરમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો જ રસીકરણ વિના હશે. નિષ્ણાતોએ કહ્યું છે કે, બાળકો માટે સ્પેશિયલ આઇસીયૂ વોર્ડનો ઉપયોગ કરવો પડશે. ઉપરાંત Pediatric Intensive Care Unitની પણ વ્યવસ્થા કરવાની જરૂરત હશે. જરૂરી છે કે દરેક લોકો પહેલાથી આ મુદ્દે મથન કરી અને તેયારી કરી લે. આપને જણાવી દઇએ કે ત્રીજી લહેર યુરોપ, અમેરિકાથી બ્રિટન પહોંચી હતી. 


સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ મહામારીની તીસરી લહેરના મુદ્દે સરકારને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતમાં 5 ટકા લોકોનું જ વેક્સિનેશન થયું છે. આ સ્થિતિમાં કોરોના વેક્સિનની પ્રક્રિયાને ઝડપી બનાવીને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ટાળી શકાય છે. પહેલી લહેરમાં 1 ટકાથી ઓછો બાળકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં દેશમાં 10 ટકા બાળકો સંક્રમિત થયા. ત્રીજી લહેરમાં 18 વર્ષની નાની ઉંમરના લોકો વધુ સંક્રમિત થઇ શકે છે. આ એજ ગ્રૂપ માટે હજું સુધી વેક્સિન નથી આવ્યું તેથી પણ તે એજ ગ્રપૂ પર જોખમ છે.