નવી દિલ્હી: દુનિયામાં સૌથી ઝડપથી સંક્રમણ ભારતમાં ફેલાય રહ્યું છું. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 23 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 લાખ 29 હજાર 638 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 46,091 લોકોનાં મૃત્યુ થઈ ગયું છે, જ્યારે 16 લાખ 39 હજાર લોકો સ્વસ્થ થયા છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોના મોત થયા છે. આ દુનિયામાં સૌથી વધારે છે. અમેરિકા અને બ્રાઝીલમાં ગત દિવસે ક્રમશ: 52,956 અને 54,923 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં હાલ 6 લાખ 44 હજાર એક્ટિવ કેસ છે અને મૃત્યુદર ઘટીને 1.97 પર આવી ગયો છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. આજે કેસની બાબતે ભારતે આ બંને દેશોને પાછળ રાખી દીધા છે. જો પ્રતિ 10 લાખ વસ્તી પર સંક્રમિત કેસ અને મૃત્યુદરની વાત કરીએ તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. ભારતમાં વધુ કેસ અમેરિકા (5,304,394) અને બ્રાઝીલ (3,112,393)માં છે.
ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. તેના પછી તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા વધારે છે. એક્ટિવ કેસ મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે.
Coronavirus: દેશમાં અત્યાર સુધી 46 હજાર લોકોના મોત, છેલ્લા 24 કલાકમાં 60 હજારથી વધુ નવા કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2020 10:57 AM (IST)
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોના મોત થયા છે. જે દુનિયામાં સૌથી વધારે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -