છેલ્લા 24 કલાકમાં અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં ક્રમશઃ 38105, 96760 અને 40431 નવા કેસ નોંધાયા છે, જ્યારે ક્રમશઃ 1044, 1213 અને 922 મોત થયા છે. દરરોજ કોરોનાના સૌથી વધારે કેસ ભારતમાં આવી રહ્યા છે અને મોતનો આંકડો પણ ભારતમાં સૌતી ઝડપથી વધી રહ્યો છે. આ આંકડો કોરોના કેસ પર નજર રાખનારી વેબસાઈટ વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યો છે.
કુલ કેસ અને મૃત્યુદર
વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસ દર્દીની સંક્યા 11 સપ્ટમ્બર સુધી વધીને 65.87 લાખે પહોંચી છે, તેમાંથી 1 લાખ 96 હજાર 282 લોકોના મોત થયા છે. ભારતમાં 45 લાખથી વધારે લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે અને તેમાંથી 76 હજાર 304 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બ્રાઝીલમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42.39 લાખએ પહોંચી ગઈ છે, અહીં એક લાખ 29 હજારથી વધારેના મોત થયા છે. મૃત્યુદર સૌથી વધારે બ્રાઝીલમાં છે.
એક્ટિવ કેસ અને રિકવરી રેટ
અમેરિકામાં અત્યાર સુધી 38.77 લાખ લોકો સાજા થઈ ગયા છે. 25.13 લાખ એક્ટિવ કેસ છે એટલે કે આ લોકો હજુ પણ વાયરસથી સંક્રમિત છે. ભારતમાં રિકવરી રેટ 80 ટકા છે. એટલે કે કુલ કેસમાંથી 35 લાખ લોકો સાજા થઈ ગયા છે. 9.43 લાખથી વધારે એક્ટિવ કેસ છે, તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે વિશ્વના ત્રીજા સૌથી પ્રભાવિત દેશ બ્રાઝીલમાં એક્ટિવ કેસ 6.12 લાખ અને રિકવર થયેલ લોકોની સંખ્યા 34.97 લાખથી વધારે છે.
વિશ્વભરમાં કેટલા કેસ
વર્લ્ડોમીટર અનુસારસ વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 83 લાખ 15 હજાર 289 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. તેમાંથી 9 લાખ 13 હજાર 227 લોકેએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 2 કરોડ 32 લાખથી વધારે લોકો ઠીક થયા છે. સમગ્ર વિશ્વમાં 70 લાખથી વધારે એક્ટિવ કેસ છે એટલે કે હાલમાં 70 લાખ 74 હજારથી વધારે લોકોની હોસ્પિટલમાં સારવાલ ચાલી રહી છે.