કોલકાતા: દેશમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. પશ્ચિમ બંગાળમાં એક 55 વર્ષીય વ્યક્તિનું કોરોના વાયરસના કારણે મોત નીપજ્યું છે. રેલ કર્મચારી 13 માર્ચે બીમાર થયો હતો. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં આ ખતરનાક વાયરસથી મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 400ને પાર પહોંચી છે.



કોરોના વાયરસના કારણે દિલ્હી, રાજસ્થાન, બિહાર,ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરાયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓને પણ 25 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યા છે.

જાબમાં કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. પંજાબમાં સરકારે એક દિવસ પહેલા લોકડાઉનના આદેશ આપ્યા હતા. સોમવારે કડકાઈ વધારીને સંપૂર્ણપણે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

કોરોના વાયરસના આંતકને રોકવા માટે દેશના 20 જેટલા રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં હાલ 25 માર્ચ સુધી 16 શહેરોમાં તાળાબંધીની જાહેરાત કરવામાં આવી છે. જેનો હેતુ લોકો ભીડભાડવાળી જગ્યાએ જવાથી બચે અને કોરોના વાયરસ દેશમાં સ્ટેજ-3માં પ્રવેશ ન કરી શકે તેવો છે.