કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. માર્ચ 2020માં પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યા પછી આ વેરિઅન્ટમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ઘણા રાજ્યોમાં ડેલ્ટા પરિવારના AY.12 સ્ટ્રેનના નવા કેસ નોંધ્યા છે. નિષ્ણાતો દાવો કરે છે કે ઇઝરાયલમાં તાજેતરના કોરોના ચેપના વધતા જતા કેસો પાછળ આ નવો AY.12 સ્ટ્રેઈન હોઇ શકે છે. INSACOG ના સાપ્તાહિક અપડેટ મુજબ, 60 ટકા વસ્તીને ઇઝરાયલમાં સંપૂર્ણ રસીકરણ હોવા છતાં ડેલ્ટા વેરિએન્ટના કેસો વધી રહ્યા છે.


INSACOGએ COVID-19ના જીનોમ અભ્યાસ પર નજર રાખતી વિવિધ લેબ્સનું એક નેટવર્ક છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ ડેલ્ટા વેરિએન્ટનો પરિવાર ચારથી વધારીને 13 કર્યો છે. તેમના કહેવા મુજબ જે કેસો અગાઉ ડેલ્ટા વેરિએન્ટ માનવામાં આવતા હતા, તે હવે AY.12 સ્ટ્રેન તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવી રહ્યા છે. AY.12 સ્ટ્રેઈન શું છે? ડેલ્ટા વેરિએન્ટ અને AY.12 સ્ટ્રેઇન વચ્ચે શું તફાવત છે?  ઇઝરાયલમાં પરિસ્થિતિ કેવી છે? શું આપણે પણ ચિંતા કરવી જોઈએ? આ બધા પ્રશ્નો આપણા મનમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે.


ડેલ્ટા વેરિઅન્ટ અને AY.12


ઇન્ડિયન એક્સપ્રેસે INSACOG ને ટાંકીને કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે AY.12 ડેલ્ટા વેરિએન્ટ કે B.1.617.2. થી અલગ છે કે નહીં. જોકે એવું જોવા મળ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટમાં હાજર G142D સ્પાઇક પ્રોટીન AY.12 સ્ટ્રેનમાં હાજર નથી. આ સિવાય આ વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં કોરોના વાયરસ પરિવાર જેવું કોઇ પરિવર્તન મળ્યું નથી.


Outbreak.org. મુજબ 7 સપ્ટેમ્બર, 2020ના રોજ ભારતમાં AY.12 સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો છે. હાલમાં, ઇઝરાયલમાં AY.12 સ્ટ્રેનનો કેસ મળી આવ્યા છે. 51 ટકા નમૂનાઓના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ સામાન્ય પ્રકારનો વેરિઅન્ટ છે. ગયા સપ્તાહે નમૂનાના આધારે આ વેરિએન્ટની ઘટનાઓમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઇઝરાયલની સરકારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધો લાદી દીધા છે અને હવે કોરોના સામે રક્ષણ માટે લોકડાઉન લાદવાનું વિચારી રહ્યા છે.


આપણે ચિંતા કરવી જોઈએ?


AY.12 સ્ટ્રેઈનનો ઝડપી વિકાસ કોઈને પણ ચિંતિત કરવા માટે પૂરતો છે. તમામ મ્યૂટેશન અને વેરિઅન્ટ સમાન રીતે હાનિકારક નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વેરિએન્ટ્સને બે કેટેગરીમાં વર્ગીકૃત કરે છે – વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને વેરિઅન્ટ ઓફ કન્સર્ન. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને વેરિઅન્ટ ઓફ કન્સર્ન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વિશ્વના અન્ય ઘણા દેશો સહિત ડેલ્ટા ભારતમાં ચિંતાનો મુખ્ય પ્રકાર છે.