નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી દરમિયાન મુસ્લિમોની ધાર્મિક સંસ્થાએ રમઝાન મહિનાને લઈ ખાસ અપીલ કરી છે. વિવિધ સંસ્થાઓ દ્વારા મુસલમાનોને ઈબાદત સમયે પણ ભીડભાડ ન કરવા વિનંતી કરી છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રમઝાનને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેમાં રમઝાન દરમિયાન મહત્વની વાતોનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે.


1) જો રમઝાન માટે અનેક લોકોને એક જગ્યાએ એકત્ર થવાની મંજૂરી આપવામાં આવે તો કોવિડ-19ના ખતરાને ઘટાડવાનો પ્રબંધ હોવો જોઈએ.
2) રમઝાન દરમિયાન એકબીજાના અભિવાદન માટે માથા પર હાથ મૂકવો કે માથુ ઝુકાવવું જેવા વ્યવહારને પ્રોત્સાહન આપવું જોઈએ.
3) કોવિડ-19ના લક્ષણો ધરાવતાં વ્યક્તિઓ રમઝાન દરમિયાન બહાર ન નીકળે અને લોકોને ન મળે તેનું ધ્યાન રાખવું.
4) વડીલો અને ગંભીર બીમારીવાળા લોકોને રમઝાનમાં ઘરમાં જ રહેવા પર ભાર આપવામાં આવે.
5) જો કોઈ કારણ રમઝાન દરમિયાન નમાઝ માટે લોકો એકત્ર થાય તો વુઝૂ અને નમાઝના સમયે બે વ્યક્તિ વચ્ચે અંતર જળવાવવું જોઈએ.
6) જો મસ્જિદમાં લોકો એકત્ર થાય તો પણ એક-એક કરીને અંતર જાળવી અંદર આવવું જોઈએ.
7) સરકાર તરફથી રમઝાનમાં કોરોનાના ફેલાવાથી બચવાના તમામ ઉપાય સુનિશ્ચિત કરવા જોઈએ.
8) રમઝાનના સામાજિક અને ધાર્મિક સમારોહોના સંદર્ભમાં સૂચનાઓ સ્પષ્ટ હોવી જોઈએ.

દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15707થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 507 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 12969 એક્ટિવ દર્દીઓ છે જ્યારે 2230 લોકો સ્વસ્થ થઈ ગયા છે.

કયા રાજ્યમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ ?
આંધ્રપ્રદેશ- 603, અંદમાન નિકોબાર-14, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-86, ચંદીગઢ-86, છત્તીસગઢ-36, દિલ્હી-1893, ગોવા-7, ગુજરાત- 1376, હરિયાણામાં-225, હિમાચલ પ્રદેશ -39, જમ્મુ કાશ્મીર-341, ઝારખંડ-34, કર્ણાટક- 384, કેરળ-400, લદાખ-18, મધ્યપ્રદેશ-1407, મહારાષ્ટ્ર- 3651, મણિપુર-2, મેઘાલય-11, મિઝોરમ-1, ઓડિશા-61, પોંડીચેરી-7, પંજાબ-202, રાજસ્થાન-1351, તમિલનાડુ-1372, તેલંગણા-809, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-42, ઉત્તર પ્રદેશ-969 અને પશ્ચિમ બંગાળ-310 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.