નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી મોદીએ ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી છે. જેમાં કોરોના રસીકરણ પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, આઈસીએમઆરના વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે.
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 43 લાખ 72 હજાર 907
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
- કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
- કુલ મોત - 2 લાખ 66 હજાર 207
છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
14 મે |
3,43,144 |
4000 |
13 મે |
3,62,727 |
4120 |
12 મે |
3,48,421 |
4205 |
11 મે |
3,29,942 |
3876 |
10 મે |
3,66,161 |
3754 |
9 મે |
4,03,738 |
4092 |
8 મે |
4,07,078 |
4187 |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 31,30,17,193 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14 મે ના રોજ 16,93,093 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
રેમડેસિવિર બાદ હવે બજારમાંથી આ રોગની દવા થઈ ગુમ, દર્દીઓની રઝળપાટ