ન્યૂયોર્કઃ જીવનમાં વધતી વૈભવતા અને ભૌતિકવાદે જીવનના આનંદમાં દખલ દેવાનું શરૂ કરી દીધું છે. એક રિપોર્ટ અનુસાર દર વર્ષે પશ્ચિમી દેશોના પુરુષોની પ્રજનન શક્તિ 1 ટકા ઘટી રહી છે. ટેસ્ટોસ્ટેરોનનુ સ્તર ઘટી રહ્યું છે અને ટેસ્ટિકુલર કેન્સરની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. આ પરિવર્તનની પુરુષો પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે.


એક નવા રિસર્ચમાં ખુલાસો થયો છે કે, આપણે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુનો જેટલો વધારે ઉપયોગ કરી રહ્યા છે તે પુરુષો માટે ખૂબ જ ખરતનાક છે. રિસર્ચ અનુસાર પુરુષોમાં વિતેલા 40 વર્ષની તુલનામાં સ્પર્મ કાઉન્ટ 50 ટકા સુધી ઘટી ગયા છે જે ચિંતાનો વિષય છે.


અમેરિકાના નિષ્ણાંત ડો. શન્ના સ્વૈને એક પુસ્તક લખ્યું છે. ત્યાર બાદ આ મુદ્દા પર ચર્ચા વધી ગઈ છે. પુરુષોના સ્વાસ્થ્ય પર પ્લાસ્ટિકની ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. ડો. શન્ના સ્વૈને પુસ્તક વર્ષ 2017માં લખ્યું હતું જેના તથ્યોને ખૂબ પ્રસ્તુત કરવામાં આવ્યા. તેમણે હવે પુસ્તકમાં નવા અપડેટ્ય આપ્યા છે.


તેમણે લખઅયું છે કે, રોજિંદા જીવનમાં વધતા પ્લાસ્ટિકના ઉપયોગથી ઘાતક સમસ્યા ઉભી થઈ રહી છે. તેમણે કહ્યું કે, રમકડાં, ડિટર્જન્ટ, ફૂડ પેકેજિંગ, ઇલેક્ટ્રોનિક સામાનમાં ઉપયોગ થનાર પથલેટ્સના કારણે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટ્યા છે. આ પ્લાસ્ટિકની ખૂબ જ ઘાતક અસર છે. ડો. શન્ના સ્વાને લખ્યું છે કે, માણસોએ વર્ષ 1950થી પ્લાસ્ટિકના ઉત્પાદન પર ખૂબ ભાર મુક્યો છે.


ત્યાર બાદથી મેલ ફર્ટિલિટીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. વિતેલા 40 વર્ષોમાં પુરુષોના સ્પર્મ કાઉન્ટ 50 ટકા સુધી ઘટ્યા છે. ઉપરાંત જે નવજાત બાળકો પેદા થઈ રહ્યા છે તેમને માતાના ગર્ભથી જ પ્લાસ્ટિકની વસ્તુને કારણે સમસ્યા શરૂ થઈ જાય છે. નવજાત બાળકો માટે વિશ્વમાં આવતા પહેલા જ આ જોખમ ઉભું છે. ડો. સ્વૈનના રિસર્ચ અનુસાર દર વર્ષે પશ્ચિમી દેશોના પુરુષોમાં પ્રજનન શક્તિ 1 ટકા ઘટી રહી છે. ટેસ્ટોસ્ટેરોનનુ સ્તર ઘટી રહ્યું છે અને ટેસ્ટિકુલર કેન્સરની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે.


તેવી જ રીતે એક અન્ય રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી પણ પુરુષોમાં પ્રજનન ક્ષમતા ઘટી છે. રિસર્ચ અનુસાર જે લોકોને કોરોનાનો ચેપ લાગે છે, તેમાંથી 28 ટકા લોકોને ઇરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યા આવી હી છે.