આ ટેકનીકમાં ખાસ વાત એ છે કે, 15 મિનિટની અંદર ટેસ્ટિંગનું પરિણામ આવી જાય છે, જો કે હજુ કોવિડના ટેસ્ટનું પરિણામ આવતા લગભગ 24-48 કલાકનો સમય લાગે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ તકનીકના ઉપયોગથી ટેસ્ટિંગની પ્રક્રિયામાં ઝડપી બનશે અને પોઝિટિવ કેસની જાણ જલ્દી થશે અને લોકોને તેના આધાર પર જલ્દી સારવાર મળી શકશે.
આ ટેસ્ટમાં જો કોઈ વ્યક્તિ પોઝિટિવ આવે છે તો, તેને કોવિડ-19 પોઝિટિવ માનવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવશે અને તેનામાં લક્ષણ હોય તો તેની પુષ્ટી RT-PCR ટેસ્ટથી કરવામાં આવશે. આ પહેલા કોરોના સંક્રમણની તપાસ માટે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા પરંતુ રિઝલ્ટમાં આવી રહેલી ફરિયાદના કારણે રોક લગાવી દીધી હતી.