વિકાસના નામે જાહેર નાણાંનો વ્યય કેવી રીતે થઈ રહ્યો છે તેનું એક અનોખું ઉદાહરણ તેલંગાણાના જડચરલા વિધાનસભા મતવિસ્તારમાં જોવા મળ્યું છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વચ્ચેની મિલીભગત ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ગઈ છે. રસ્તો બનાવવા માટેના મૂળભૂત નિયમોને ઓગાળીને પી ગયા છે. કોન્ટ્રાક્ટરોએ કપચી કે પાયા વગર પર સીધા ધૂળ ઉપર ડામર પાથરી દિધો છે.

Continues below advertisement

શું છે આખો મામલો ?

હકીકતમાં, બાલાનગર મંડળ હેઠળના બોડગુટ્ટા ટાંડા ગ્રામ પંચાયતમાં બડેરેવલીથી દેવુનીગુટ્ટા ટાંડા સુધીના એક કિલોમીટરના રસ્તાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ (R&B) હેઠળ હાથ ધરવામાં આવી રહ્યો છે. જોકે, બનાવવામાં આવી રહેલા રસ્તાની ગુણવત્તાએ સમગ્ર વ્યવસ્થામાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી દીધી છે.

Continues below advertisement

ધૂળ પર ડામર નાખવામાં આવી રહ્યો છે

મજબૂત રસ્તાના નિર્માણમાં ધોરણોનું પાલન કરવામાં આવે છે. તેના પર પહેલા મોરમ અને કાંકરી (WBM) નું એક સ્તર નાખવામાં આવે છે, ત્યારબાદ રોલર  કરવામાં આવે છે. પરંતુ અહીં, કોન્ટ્રાક્ટરે શોર્ટકટ  અપનાવ્યો અને સીધા ધૂળ પર જ  કાળો ડામર  પાથરી દિધો. પરિણામે, બાંધકામના કલાકોમાં જ રસ્તો તૂટવા લાગ્યો.  આના કારણે વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા છે.

ગ્રામજનોનો આરોપ છે કે આ બધું અધિકારીઓના નાક નીચે થઈ રહ્યું છે. આ રસ્તો પ્રથમ વરસાદમાં પણ ટકી શક્યો નહીં. તેમણે કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.  મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે જાહેરાત કરી કે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ભવિષ્યમાં હિંસક વિરોધ કરશે. તેમણે સંડોવાયેલા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરોએ મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેણે છેતરપિંડી કરી  છે.