નવી દિલ્હી: તિરુવનંતપુરમથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ શશિ થરૂર સામે ત્રિવેન્દ્રમની એક કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું છે. નોંધનીય છે કે, કોર્ટે આ વોરંટ શશિ થરૂરની એક બુકમાં હિન્દુ મહિલાઓને કથિત રૂપથી બદનામ કરવા માટે તેમના સામે દાખલ થયેલા એક મામલાના સંબંધમાં જાહેર કર્યું છે.


કોંગ્રેસના નેતા શશિ થરૂર પર પોતાની એક બુકમાં હિન્દુ મહિલાઓ સામે લખવાનો અને માનહાનિ કરવાનો આરોપ છે. આ મુદ્દે કોર્ટની નોટિસ છતાં પણ શશિ થરૂર હાજર થયા ન હતા અને તેમની તરફથી કોઈ વકીલ પણ હાજર થયો ન હતો. ત્યાર બાદ કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું છે.

કોર્ટનો નિર્ણય આવ્યા બાદ શશિ થરૂરના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, મીડિયામાંથી ધરપકડ વોરંટ ઈશ્યૂ થવાની જાણકારી મળી હતી. અમને થોડા દિવસો પહેલા કોર્ટનું સમન્સ મળ્યું હતું. વોરંટ પર ઉપસ્થિત થવાનો સમય હતો પણ તારીખ આપવામાં આવી ન હતી.