નવી દિલ્હીઃ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું રે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે કોરના (Covid-19) રસીના એક કરોડ કરતાં પણ વધારે ડોઝ ઉપલબ્ધ છે અને આગામી ત્રમ દિવસમાં 57,70,000 વધુ રસીના ડોઝ મળશે. મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી રાજ્યો અ કેન્દ્ર શાસિત પ્રદેશો(UT) 15,95,96,140 કોરોના રસીના ડોઝ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવ્યા છે. તેમાંથી ખાબ થનાર રસીના ડોઝ સહિત કુલ 14,89,76,248 રસીના ડોઝનો વપરાશ થયો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે કોરોના રસીના 1,06,19,892 ડોઝ હાલમાં ઉપલબ્ધ છે. જ્યારે આગામી ત્રણ દિવસમાં વધુ 57 લાખ ડોઝ કેન્દ્ર સરકાર આપશે.


મંત્રાલયે કહ્યું કે, એ સ્પષ્ટ કરકવામાં આવે છે કે, મહારાષ્ટ્રમાં 28 એપ્રિલ સવારે આઠ કલાક સુધીમાં કોરોના રસીના કુલ 1,58,62,470 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી ખરાબ (0.22 ટકા) સહિત  કુલ કોરોના રસીના 1,53,56,151 ડોઝનો ઉપયોગ થયો છે. રાજ્યની પાસે હાલમાં પણ 5,06,319 રસીના ડોઝ ઉપલબ્ધ છે. જ્યારે મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસમાં વધુ 5 લાખ ડોઝ મોકલવામાં આવશે.


નોંધનીય છે કે, મંગળવારે 4 નોન બીજેપી શાસિત રાજ્યોએ 1 મેથી રસી આપવાની ના પાડી દીધી હતી અને રસીની અછત હોવાની વાત કહી હતી. ત્યાર બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે રાજ્યવાર આંકડા બહાર પાડતા સ્પષ્ટતા કરી છે.


દિલ્હી


રાજ્યને કુલ 36,90,710 ડોઝ મળ્યા છે. ખરાબ થયેલ ડોઝ સહિત કુલ 32,43,300નો વપરાશ થયો છે. હાલમાં 4,47,410 ઉપલબ્ધ છે અને વધુ 1,50,000  ડોઝ આપવામાં આવશે.


રાજસ્થાન


રાજ્યને કુલ 1,36,12,360  ડોઝ મળ્યા છે. હાલમાં 3,92,002  ઉપલબ્ધ છે અને વધુ 2,00,000   ડોઝ આપવામાં આવશે.


પશ્ચિમ બંગાળ


રાજ્યને કુલ 1,09,83,340 ડોઝ મળ્યા છે. હાલમાં 2,92,808 ઉપલબ્ધ છે અને વધુ 4,00,000 ડોઝ આપવામાં આવશે.


છત્તીસગઢ


રાજ્યને કુલ 59,16,550  ડોઝ મળ્યા છે. હાલમાં 3,38,963  ઉપલબ્ધ છે અને વધુ 2,00,000 ડોઝ આપવામાં આવશે.


ઉત્તર પ્રદેશ


રાજ્યને કુલ 1,37,96,780 ડોઝ મળ્યા છે. હાલમાં 12,92,837 ઉપલબ્ધ છે અને વધુ 7,00,000 ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં હાલમાં કુલ 1,25,03,943 ડોઝનો વપરાશ થયો છે.


કર્ણાટક


રાજ્યને કુલ 94,47,900 ડોઝ મળ્યા છે. ખરાબ થયેલ ડોઝ સહિત કુલ 91,01,215 નો વપરાશ થયો છે. હાલમાં 3,46,685 ઉપલબ્ધ છે અને વધુ 4,00,000  ડોઝ આપવામાં આવશે.