COVID-19 Update:  કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19ના નવા વેરિઅન્ટ અંગે ચેતવણી આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો અને સચિવ (આરોગ્ય)ને લખેલા પત્રમાં તેમને ખાતરી કરવા જણાવ્યું છે કે ચેપગ્રસ્ત મળેલા મુસાફરોના નમૂના તાત્કાલિક નિયુક્ત જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે. 


ભૂષણે પત્રમાં કહ્યું છે કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા જાણ કરવામાં આવી છે કે બોત્સ્વાના (3 કેસ), દક્ષિણ આફ્રિકા (6 કેસ) અને હોંગકોંગ (1 કેસ)માં કોવિડ-19નું  સ્વરુપ  B. 1.1529 ના કેસો નોંધાયા છે. ભૂષણે કહ્યું, “આ સ્વરુપમાં મોટી સંખ્યામાં ફેલાવાની માહિતી છે. તાજેતરના વિઝા પ્રતિબંધોને હળવા કરવા અને આંતરરાષ્ટ્રીય મુસાફરી ખોલવાને ધ્યાનમાં રાખીને આ દેશ માટે ગંભીર જાહેર આરોગ્ય અસરો ધરાવે છે. તેમણે કહ્યું એટલે આ દેશોમાંથી આવતા લોકોનું કડક સ્ક્રીનિંગ અને તપાસ કરવામાં આવે.


દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ મળી આવ્યું છે, જેમાં  ચેપ  વધુ ઝડપી ફેલાય તેવી શક્યતા છે, અને અધિકારીઓએ ગુરુવારે તેનાથી સંબંધિત 22 કેસોની પુષ્ટિ કરી છે. ઈમ્પીરીયલ કોલેજ લંડનના વાઈરોલોજિસ્ટ ડો. ટોમ પીકોકે આ સપ્તાહની શરૂઆતમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પર નવા વાયરસ સ્વરૂપ (b.1.1.529)ની વિગતો પોસ્ટ કરી હતી. જે બાદ વૈજ્ઞાનિકો આ સ્વરૂપની તપાસ કરી રહ્યા છે. જો કે, યુકેમાં તે હજુ સુધી ઔપચારિક રીતે ચિંતાના કારણ તરીકે વર્ગીકૃત થયેલ નથી.


વિશ્વભરના વૈજ્ઞાનિકો હવે ઝડપથી ફેલાવાના સંકેતો માટે નવી પેટર્ન પર ધ્યાન આપશે. દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) એ પુષ્ટિ કરી કે દક્ષિણ આફ્રિકામાં B.1.1529 મળી આવ્યો છે અને જિનોમ સિક્વન્સિંગ પછી B.1.1.529 ના 22 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે.