મુંબઇઃ દેશભરમાં ફેલાયેલા કોરોનાએ સૌથી વધુ અસર મહારાષ્ટ્ર રાજ્યને કરી છે, રાજ્યમાં કોરોના દિવસે દિવસે વકરી રહ્યો છે, જેના કારણે સરકારની ચિંતા વધી છે. રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8 લોકોને કોરોના ભરખી ગયો છે, આ સાથે મોતનો આંકડો 72 સુધી પહોંચી ગયો છે.

એશિયાના સૌથી મોટા સ્લમ એરિયા ધારાવીમાં કોરોના બેકાબુ થયો છે, ધારાવીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને હવે 13 સુધી પહોંચી ગઇ છે. બુધવારે કોરોનામાં એક 64 વર્ષીય વૃદ્ધની કોરોનાથી મોત થવાના સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 72 નવા દર્દીઓ સામે આવ્યા હતા, અને 8 દર્દીઓના મોતથી લોકોમા ભયનો માહોલ ફેલાયો છે.



કોરોના કહેરના કારણે રાજ્યના ઉદ્ધવ સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે, દેશમાં મહારાષ્ટ્રની સ્થિતિ એકદમ ખરાબ થઇ છે. છેલ્લા 24 કલાકમાં 117 કેસ નોંધાતા રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી ગઇ છે, એક જ દિવસમાં 8 લોકોના મોત થતા સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.



સરકાર માટે ચિંતા વાત એ છે કે મુંબઇમાં ડૉક્ટરો અને પોલીસવાળાઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. જોકે, હવે પોલીસવાળાઓ માટે પીપીઇ શૂટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.