Covid-19 LIVE Updates: દિલ્હીમાં કોરોના વાયરસના 11 હજારથી વધુ નવા કેસ, 38 લોકોના મોત
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં આજે 39,207 નવા કોવિડ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119 કેસ નોંધાયા છે. બીજી તરફ 7883 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
મુંબઈમાં 6,149 નવા કેસ નોંધાયા
બિહારમાં છેલ્લા 24 કલાકમાં 4551 નવા કોરોનાના કેસ અને 3786 દર્દીઓ સાજા થયા છે.
આંધ્ર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 6,996 નવા કેસ, 1066 રિકવરી અને 5 મૃત્યુ નોંધાયા છે.
કેરળમાં 28,481 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અને 7,303 રિકવરી અને 39 મૃત્યુ નોંધાયા છે. સક્રિય કેસ 1,42,512
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 11,684 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને 38 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 78,112 પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં થોડા દિવસોથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,38,018 નવા કેસ નોંધાયા છે અને 310 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,57,421 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17, 36,628 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 14.43 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8891 થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -