ચંદીગઢઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધતા હડકંપ મચી ગયો છે, અને જુદીજુદા રાજ્યોની સરકારો એક્શનમા આવી ગઇ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગઇકાલે બેઠક કરીને સરકારે મોટો નિર્ણય લેતા ફેસ માસ્કને રિટર્ન કર્યુ છે, નહીં પહેરનાર પર 500 રૂપિયાના દંડની જોગવાઇ કરી છે, હવે આ કડીમાં પંજાબ સરકારે પણ મોટો ફેંસલો કર્યો છે. 


કોરોના સ્પીડ રાજ્યમાં વધી રહેલી હોવાના કારણે કૉવિડ અંગે પાબંદીઓ અને નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. પંજાબ સરકારે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવુ ફરજિયાત કરી દીધુ છે. ગુરુવારે જાહેર કરાયેલી અધિસૂચનામાં કહેવામા આવ્યુ છે કે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં હોવાથી તેને ધ્યાનમાં રાખતા પંજાબના લોકોને સૂચિત કરવામા આવે છે કે સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્કનુ ઉપયોગ કરવો ફરજિયાત છે. 






દિલ્હી બાદ હવે પંજાબ સરકારે પણ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવુ અનિવાર્ય કરી દીધુ છે. આ પહેલાં દિલ્હી સરકારે માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ લેવાનું શરુ કર્યું હતુ.


છેલ્લાં 24 કલાકમાં 2380 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 4 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાના નવા કેસોમાં 3 રાજ્યો સૌથી આગળ છે, જેમાં દિલ્હી, યૂપી અને હરિયાણાનો સમાવેશ થાય છે. આ સિવાય હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા જીલ્લામાં માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યુ છે.દિલ્હીમાં 24 કલાકમાં 1009 કેસ, હરિયાણામાં 310 અને યુપીમાં 168 કેસ સામે આવ્યા છે.


આ પણ વાંચો....... 


IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો


હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર


તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો


સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે


ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત