સ્વાસ્થ્ય મંત્રાલયે ઘણી જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહી થતું હોવા પર કહ્યું કોવિડ-19 સામે લડવા સહજ છીએ પરંતુ એક ભૂલ ગંભીર પરિણામ લાવી શકે છે.
દેશમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ અખિલ ભારતીય આયુવિર્જ્ઞાન સંસ્થાન એમ્સના નિર્દેશક રણદપી ગુલેરિયાએ આજે કહ્યું, કોવિડ-19નો ગ્રાફ અત્યાર સુધીમાં સમતલ રહ્યો છે પરંતુ સતત એક જ ઝડપથી કેસની સંખ્યામાં વધારો ચિંતાનો વિષય છે.
આ સાથે જ લવ અગ્રવાલે કહ્યું કે આજે જીઓએમની બેઠક થઈ જેમાં નોન કોવિડ હોસ્પિટલમાં પીપીઈ કિટના ઉપયોગ પર એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હાઈ રિસ્ક,મૉડરેટર એરિયા અને અલગ અલગ વિસ્તારના હિસાબની શું પ્રીકોશન લેવાનું છે તેને લઈને નવા નિર્દેશ જાહેર કરાયા છે. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોએ યોગ્ય સમય પર પોતાને ત્યાંના કેસની જાણકારી નથી આપી, હવે ત્યાંથી કેસ આવી રહ્યા છે. અમે કન્ટેનમેન્ટ જોનના આધાર પર કામ કરી રહ્યા છીએ.