આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાવલયે કહ્યું, સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે. તેમને લાવવાની પ્રક્રિયા 7મેથી શરૂ થશે. વિદેશથી આવેલા આ લોકોને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.
જે ઓફિસો કાર્યરત છે તેણે કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવું જોઈએ. ઓફિસમાં માસ્ક અને સેનિટાઇઝરોની પૂરતી ઉપલબ્ધતાની ખાતરી કરવી આવશ્યક છે. સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર નોંધણી કરાવવી જ જોઇએ.