નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. દેશમાં સતત કેસોનો આંકડો વધી રહ્યો છે. મુંબઇ અને દિલ્હી જેવા મોટા રાજ્યોમાં તો કોરોનાની સ્પીડ ઝડપથી વધી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે દક્ષિણ રાજ્ય કેરળે પણ ટૉપ કરી લીધુ છે. કેરળમાં એક જ દિવસમાં 46 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાતા રાજ્ય સરકાર ફફડી ઉઠી છે. એટલુ જ નહીં રાજ્યમાં કોરોનાનો પૉઝિટીવીટી રેટ પણ 40 ટકાની ઉપર પહોંચી ગયો છે.  


કેરળમાં કોરોનાના કારણે સરકાર હરકતમાં આવી ગઇ છે, અને હવે આકરા પ્રતિબંધો લગાવવાની ફરજ પડી છે. કેરળમાં હવે આગામી બે રવિવારે સંપૂર્ણપણે લોકડાઉન લગાવવામાં આવશે. આ દરમિયાન માત્ર જરુરી સેવાઓને જ ચાલુ રહેવાની પરવાનગી હશે.


કોરોનાના કેસ સતત વધતા રાજ્ય સરકારે રાજ્યમાં તમામ સ્કૂલો બંધ કરવાન આદેશ આપી દીધો છે, આ ઉપરાંત આગામી બંને રવિવારે થિયેટર, મોલ, માર્કેટ, ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે.


આ પણ વાંચો.......


COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન


રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ


જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ